મોરબી યુવા જ્ઞાનોત્સવ સમિતિ દ્વારા કાર્યકર્તા સંમેલન અને સન્માન સમારોહ યોજાયો : ઓરેવા ફાર્મ હાઉસ ખાતે આયોજિત કાર્યક્રમમાં 170 વધુ કાર્યકર્તાઓની અનન્ય સેવાને બિરદાવાઈ યુવા જ્ઞાનોત્સવ મોરબીની આગવી ઓળખ બન્યો : ડો.જ્યંતી ભાડેશીયા મોરબી : મોરબીમાં યુવાનોમાં વૈચારિક જાગૃતિ અને જ્ઞાનની અભિવૃદ્ધિ કરવા માટે ગત જાન્યુઆરી 2020 માં વિશાળ ફલક પર યુવા જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુવા જ્ઞાનોત્સવનું સફળતા પૂર્વક આયોજન બદલ તન મન ધનથી સેવા આપનાર કાર્યકર્તાઓનું સમેલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓરેવા ફાર્મ હાઉસ ખાતે યોજાયેલા દબદબાભેર કાર્યક્રમમાં ઓરેવા કંપનીના સુપ્રીમો જયસુખ પટેલ, આરઆરએસના અગ્રણી ડો. જયંતિ ભાડેશીયા, અધિક કલેકટર કેતન જોશી અને સીરામીક એસોસિએશનના પ્રમુખો સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં 170 વધુ કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિંગ, યંગ ઇન્ડીયા ગ્રુપના તમામ સભ્યો અને પુસ્તક પરબ ટીમ , ટ્રાફિક પોલીસ સહિતની ટીમોની અનન્ય સેવાને બિરદાવાઈ હતી. આ તકે ડો.જ્યંતી ભાડેશીયા કહ્યું હતું કે , યુવા જ્ઞાનોત્સવ મોરબીની આગવી ઓળખ બની ગયો છે. યંગ ઇન્ડિયા ગ્રુપ અને મોરબી યુવા જ્ઞાનોત્સવ સમિતિ દ્વારા આયોજિત મોરબી યુવા જ્ઞાનોત્સવ 2020ના કાર્યકતા સંમેલન અને સન્માન સમોરોહનું મોરબીના ઓરવા ગ્રુપના ફાર્મ હાઉસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ, અધિક કલેકટર કેતન જોશી , આર.એસ.એસ. પશ્ચિમ ક્ષેત્રેના સંઘચાલક ડો.જયતિભાઈ ભાડેશીયા, સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, નિલેશભાઈ જેતપરિયા, કિશોરભાઈ ભાલોડિયા, કિરીટભાઈ પટેલ ક્લોક એશોશીએશનના પ્રમુખ શશાંક દગી, ઉપપ્રમુખ ભરતભાઈ રાચ્છ, ઔધોગિક આગેવાનો નાનુભાઈ, બાબુભાઇ ગડારા, રોટોલેમ લીમીનેટના એમડી દિનેશભાઇ પટેલ, ગીતા ઓઈલ મિલ વાળા ચેતનભાઈ ભોજાણી, જય ગણેશ હીરો ગ્રુપના અશોકભાઈ જ્યારે શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા અને મહામંત્રી દિનેશભાઇ હુંબલ તેમજ મનોજભાઈ ઓગાણજા, પ્રમુખ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, શાળા સંચાલકો નિલેશભાઈ કુંડારીયા, અતુલભાઈ પાડલીયા, જીતુભાઈ વડસોલા, નવનીતભાઈ કાસુંદ્રા, યંગ ઇન્ડિયા ગ્રુપ મહિલા વિંગના આગેવાન કાજલબેન ચંડીભમર, ધરતીબેન બરાસરા તેમજ કલબ 36ના રાજુભાઈ અને નટુભાઈ તેમજ મનસુખભાઇ દલસાણીયા પ્રો., જે.એ.પટેલ મહિલા કોલેજ તેમજ શનાળા વાડીના પ્રમુખ નરભેરામભાઈ પટેલ, રજનીભાઈ શિરવી સહિતની ટિમ તેમજ આર એન્ડ બી વિભાગના અધિકારી જી.બી.નાનક, પીજીવીસીએલ શનાળા બ્રાન્ચના અધિકારી પઢીયાર સાહેબ સહિતના સભ્યો, દાતાઓ અને કાર્યકતાઓ અને મોરબીના તમામ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં યુવા જ્ઞાનોત્સવમાં યશસ્વી યોગદાન આપનાર 170 વધુ કાર્યકર્તાઓ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પુસ્તક પરબની ટીમ, પી.જી.પટેલ કોલેજના છાત્રોની ટિમ, મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ, ગ્લોબલ કોમ્યુનિકેશનની ટીમ ,સાઉન્ડ, લાઈટની ટીમ, ટ્રાફિક પોલીસ સહિતની ટિમ અને મીડિયાના મિત્રો તેમજ જાણીતા એન્કર શૈલેષભાઈ રાવલ વગેરેનું જ્ઞાનોત્સવ 2020માં અનેરા યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું. જોકે યુવા જ્ઞાનોત્સવને સફળ બનાવવા બદલ તન મન ધનથી અનેરું આપનાર નાનાથી માડીને મોટા સુધીના તમામની સેવાને બિરદાવીને અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે કોર કમિટીના સભ્યો દેવેનભાઈ રબારી, શશાંકભાઈ દગી, દિનેશભાઈ વડસોલા, રવીન્દ્રભાઈ ભટ્ટ, ઘનશ્યામભાઇ ડાંગર અને દિલીપ બરાસરાએ સૌ કાર્યકર્તા, દાતાઓ, શિક્ષકો, સ્કૂલ અને તમામ સહયોગી અને સરકારી વિભાગો અને અધિકારીઓનો જ્ઞાનોત્સવમાં મહત્વનો સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને મોરબી યુવા જ્ઞાનોત્સવની સફળતા સૌનો સહયોગ અને આયોજનબદ્ધ ટીમ વર્કથી જ મળી હોવાનું જણાવ્યું હતું અને દરેક સહયોગીઓની ખરા દિલથી મહેનતને કારણે યુવા જ્ઞાનોત્સવને ભારે સફળતા મળી છે. જે બદલ યુવા જ્ઞાનોત્સવમાં યોગદાન આપનાર તમામનો ખરા દિલથી આભાર માન્યો હતો. જ્યારે ઓરવા ગ્રુપના જયસુખભાઈ પટેલ તરફથી ઉપસ્થિત તમામ લોકોને ભાવતા ભોજનીયા કરાવામાં આવ્યા હતા. તેમજ કાર્યકરોને અપાયેલા સન્માનપત્રની તમામ ફ્રેમ શશાંક દગી તરફથી ભેટ આપવામાં આવી હતી. આ તકે ડો.ભાડેશીયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, હવે મોરબીની આગવી ઓળખ તરીકે મોરબી યુવા જ્ઞાનોત્સવનું નામ આવે છે. જેમાં યુવા જ્ઞાનોત્સવના દરેક લેખકોના સુંદર અભિપ્રાય અને એમના જ્ઞાનના નિચોડને બિરદાવ્યો હતો તેમજ ઓછા ખર્ચે લોકોને તંદુરસ્ત જ્ઞાન આપવું અને જાહેરમાં આ કાર્યક્રમના પાઇ પાઇના હિસાબ કિતાબ આપવાની સરાહનીય બાબત અને યુવા જ્ઞાનોત્સવનું શ્રષ્ઠ આયોજન બદલ યુવા જ્ઞાનોતસવની સમગ્ર ટીમ અને તમામ યોગદાન આપનાર લોકોની નિસ્વાર્થ સેવાભાવનાને બિરદાવી હતી. જ્યારે જયસુખભાઈ પટેલ, અધિક કલેક્ટર કેતન જોશી અને સીરામીકના પ્રમુખો મુકેશભાઇ અને નિલેશભાઈએ યુવા જ્ઞાનોત્સવના સફળ આયોજન બદલ સૌ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન યુવા જ્ઞાનોત્સવ કોર કમિટીના સભ્ય દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શશાંક દંગીએ કર્યું હતું જ્યારે જ્ઞાનોત્સવ 2020નો આવક જાવકનો ખર્ચનો હિસાબ દિલીપ બરાસરા અને વિપુલ પ્રજાપતિએ રજૂ કર્યો હતો. જ્યારે આભારદર્શન યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ કર્યું હતું. જ્યારે ઓરેવા ફાર્મ ખાતે યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનવવા ઓરેવા કંપનીના પ્રતિનિધિ દીપકભાઈ પારેખ અને વિમલભાઈ તેમજ મોરબી અપડેટની ટિમ તેમજ પી.જી.પટેલ કોલેજના છાત્રોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.