મોરબી : મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા તાજેતરમાં આતંકી હુમલામાં શહીદ જવાનોના પરિવાર માટે ફંડ એકત્રિત કરાશે. જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં થયેલા જુદા-જુદા આતંકી હુમલામાં શહીદ થયેલા પંજાબના 3, ઉત્તરપ્રદેશના 1, કેરળના 1 અને ગુજરાતના ખેડા જિલ્લાના 1 મળી કુલ છ જવાનો દેશની સેવા કરતા કરતા શહીદ થયેલ છે. આ શહીદ જવાનોના પરિવારજનોની મદદ કરવા માટે દેશભક્ત સેવાના ભેખધારી યુવાન જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા તા. 22ને શુક્રવારથી સુપર માર્કેટ પાસે શ્રમ રોજગાર અને પંચાયત રાજયમંત્રી બ્રિજેશ મેરજા, રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન મગન વડાવીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, આર.એસ.એસ.ના વિપુલભાઈ અધારા સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં ફંડ એકત્રીકરણ શરૂ કરાશે અને આ એકત્ર થયેલું ફંડ શહીદ જવાનોના પરિવારજનોને પહોંચાડવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..