એક જ વાહન નીકળી શકે તેટલી જગ્યા હોવાથી વાહનચાલકોને હાલાકીમોરબી : મોરબીના જુના રફાળેશ્વર રોડ પર ફાટકના ક્રોસિંગ રોડની જગ્યા નાની કરી દેવાતા સતત ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. અહીંથી નીકળતા વાહનચાલકોના જણાવ્યા અનુસાર જુના રફાળેશ્વર રોડ પર કન્ટેનર યાર્ડ છે. જેથી વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં રહે છે. તેવામાં આ રોડ ઉપર ફાટકનો ક્રોસિંગ રોડ છે તે મોટો કરવાને બદલે નાનો કરી દેવામાં આવતા એક સમયે એક જ વાહન પસાર થઈ શકે છે. આના કારણે દરરોજ અહીં ટ્રાફિકજામ સર્જાઈ છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ છે.