મોરબી: મોરબી શહેરમાં તહેવારને કારણે મુખ્ય બજારોમાં ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે, શહેરના ગેસ્ટ હાઉસ રોડ પર સતત ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. તેમજ પરાબજાર વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકજામમાં ફસાઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. તહેવાર નિમિત્તે લોકોની ભારે અવરજવર અને વાહનોના વધુ પડતા ભારણને કારણે ટ્રાફિક જામ થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.