મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 4 ફેબ્રુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, તુવેર, ચણા, એરંડા અને કાળા તલ તથા લીલા મરચા, રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 640 ક્વિન્ટલ એટલે કે 3200 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે પ્રતિમણના સૌથી ઉંચા રૂપિયા 1485 સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 127 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 655, તલના 2064, જીણી મગફળીના પ્રતિમણ 1026, જીરુંના 3871, તુવેરના 1438, ચણાના 1100, એરંડાના 1198 અને કાળા તલના 4124 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 540 રૂપિયા, રીંગણાના 260 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 900 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 80 રૂપિયા, કાકડીના 700 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 440 રૂપિયા ભાવ બોલાયા છે.