મોરબી : મોરબીના લાલપર નજીક હાઇવે ઉપર આજે એક અકસ્માત સર્જાયો છે. જેમાં એક કન્ટેનર કોઈ કારણોસર પલ્ટી મારી ગયું છે. આ અકસ્માતમાં ડ્રાઇવરને ઇજાઓ પણ પહોંચી છે. આ અકસ્માતને કારણે થોડી વાર માટે હાઇવે ઉપર ટ્રાફિકજામ જેવી સ્થિતિ ઉદભવી હતી.