કન્ટેનર નીચે કોઈ આવી ગયું હોવાની બીકે ટ્રેલર ચાલક નાસી છૂટ્યો : સદનશીબે જાનહાની સહેજમાં ટળીમોરબી : મોરબીની અણિયારી ચોકડી પાસે આજે સાંજે વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં એક કન્ટેનર ટ્રેલરમાંથી ધડાકાભેર નીચે પડી ગયું હતું. હાલ આ અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાયો છે. મોરબીની અણિયારી ચોકડી પાસે આજે સાંજે 7:15 વાગ્યાના અરસામાં એક ટ્રેલર કન્ટેનર લોડ કરીને જતું હતું. ટ્રેલર ડિવાઈડર ઉપર ચડી જતા પાછળથી કન્ટેનર ધડાકાભેર રોડ ઉપર પડી ગયું હતું. ત્યારે આ કન્ટેનર નીચે કોઈ દબાઈ ગયું હશે તેવી બીકે ટ્રેલર ચાલક કન્ટેનર ત્યાં જ મૂકી ટ્રેલર લઈને નાસી છૂટ્યો હતો. જો કે સદનશીબે કન્ટેનર પડ્યું ત્યારે બાજુમાં કોઈ વાહન ન હોવાથી મોટી જાનહાની થતા સહેજમાં ટળી હતી.