મોરબી : મોરબી તાલુકાના સાપર નજીક આવેલ નયારા પેટ્રોલપંપ પાસે જીજે - 12 - બીડબ્લ્યુ - 8330 નંબરના કન્ટેનર ટ્રકના ચાલકે રોડ ઉપર પડેલી જીજે - 27 - ઇસી - 5592 નંબરની મહિન્દ્રા એકસયુવી 700 કારને હડફેટે લઈ નુકશાન પહોંચાડતા કાર માલિક ચિંતનભાઈ જયેશભાઇ રાઠોડ રહે.અમદાવાદ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં કન્ટેનર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.