અકસ્માત સર્જી કન્ટેનર રેઢું મૂકી ચાલક નાસી છૂટ્યો મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર ગાળા ગામના પાટિયા નજીક બે કન્ટેનર સામસામે અથડાતા એક કન્ટેનર ચાલક અને ક્લીનરને ઇજાઓ પહોંચી છે. જો કે અકસ્માત સર્જી અન્ય કન્ટેનર ચાલક નાસી છૂટતા પોલીસે ગુન્હો નોંધ્યો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર ગાળા ગામના પાટિયાથી આગળ ટ્રક કંટેઇનર નંબર GJ - 12 BW - 7890ના ચાલકે ગોળાઈમાં કટ મારતા સામેથી આવતા ફરિયાદીના ટ્રક ટ્રેઇલર નં RJ - 52 - GA - 2415 સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં ટ્રક ચાલક કિશનલાલ મહાબીર નાયક, રહે. નાંન્સી ગામ તા-પિનાઇલ જીલ્લો-અજમેર (રાજસ્થાન) અને કલીનર હરલાલ કરણારામને ઇજાઓ પહોંચી હતી. જો કે અકસ્માત સર્જ્યા બાદ કન્ટેનર ચાલક કન્ટેનર રેઢું મૂકી નાસી છૂટતા મોરબી તાલુકા પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક વિરુદ્ધ IPC કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮ MV ACT કલમ-૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..