મોરબી: મોરબી શહેર અને જિલ્લામાં કાર્યરત ખાણીપીણીનીલારીઓ, ગલ્લાઓ તેમજ જથ્થાબંધ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સઘન ચેકિંગ કરવાની માંગ સાથે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબી મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરી ફૂડ ઇન્સ્પેક્ટર અને આરોગ્ય અધિકારીને પણ જાણ કરાઈ છે. મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને પત્ર પાઠવી જણાવાયું છે કે, હાલના સમયમાં સ્પર્ધાને કારણે અનેક વેપારીઓ વાસી ખોરાકને ફ્રીજમાં રાખી, બાદમાં ગરમ મસાલા નાખી ગ્રાહકોને પીરસી રહ્યા છે. આ ઉપરાંત પાણીપુરીના પાણીમાં કેમિકલયુક્ત વસ્તુઓની ભેળસેળ થતી હોવાની તેમજ જથ્થાબંધ શ્રીખંડના વેપારીઓ મહિનાઓ જૂનો પદાર્થ કેમિકલ ભેળવીને વેચતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.આવી ગંભીર બેદરકારીને કારણે પ્રજાના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાના આક્ષેપો કરાયા છે. આરોગ્ય શાખા અને ફૂડ વિભાગ દ્વારા યોગ્ય પગલાં ભરી, લેબોરેટરી ટેસ્ટિંગ કરાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. #Morbi #MorbiUpdate #ConsumerProtection #FoodSafety #HealthDept #PublicHealth #FoodQuality #MorbiNews