માત્ર બેથી ત્રણ લાખનો ખર્ચ કરી નદીને પાણીથી ભરેલી રાખી શકાશે : નગરપાલિકાને રજુઆત મોરબી : મોરબી પાલિકા દ્વારા મચ્છું નદીની સફાઈ કરવામાં આવી રહી છે.જેને ધ્યાને લઇ મોરબી શહેર જિલ્લા ગ્રાહક મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા નગરપાલિકાને રજવાડા વખતના હકુની પાઝ બાંધવા માટે માંગ કરવામાં આવી છે. તેઓના જણાવ્યા મુજબ માત્ર બેથી ત્રણ લાખના ખર્ચે આ હકુની પાઝ તૈયાર થતા નદીમાં પાણી ભરાયેલું રહેશે.મચ્છુનદીમાં રીવર ફ્રન્ટ બનાવવાની મોરબી નગરપાલીકાની યોજના છે હાલે સફાઇ ઝુંબેશ ઘણી સરસ ચાલી રહી છે.સાથે સાથે નગરપાલીકા ફકત બે-ત્રણ લાખનો ખર્ચ કરે તો મોરબી સ્ટેટના વખતમાં મચ્છુનદીના જે નાલા છે ત્યાં પારીયા મારવામાં આવતા હાલે ત્રણ નાલાને તોડી નાખેલ છે. હવે એ ત્રણે નાલા રીપેર થઇ જાયતો પાણી ભર્યુ રહે અને પ્રજાને ઉપયોગી થાય સાથે સાથે નાની પાઝ છે. તેમાંથી કચરો કાઢી લેવામાં આવેતો ત્યાં અગાઉ બહેનો કપડાં ધોવા આવતા તે પણ પાઝ પાણીથી ભરાઇ રહે અને વેજીટેબલ પાસે હકુની પાઝ આવેલ છે. જે મોરબી સ્ટેટની છે. તે બાંધી લેવામાં આવેતો નદીનુ પાણી બારે માસ ભરાઇ રહે અને રીવર ફ્રન્ટ બનેલો વધારે સારૂ લાગે. સરકારમાં આ બાબત રજુઆત કરેલ અને તેનો સર્વે પણ હજુ થયેલ નથી. નજીવા ખર્ચથી મોરબીની નદી ભરેલ રહેશે.