24 ઓગસ્ટે ભરાનારા લોકમેળામાં ભક્તોની સલામતી અને સરળતા માટે વાંકાનેર તાલુકા પોલીસને રજુઆતવાંકાનેર (મોરબી અપડેટ): વાંકાનેર તાલુકાના પવિત્ર યાત્રાધામ જડેશ્વર મહાદેવ ખાતે આગામી તારીખ 24/08/2026 ને સોમવારના રોજ ભવ્ય લોકમેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મેળામાં વાંકાનેર, મોરબી પંથક સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને દૂર-દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે. ત્યારે મેળા દરમિયાન સુચારુ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને પાકીટમારોથી લોકોને રક્ષણ મળે તે માટે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે.ગ્રાહક સુરક્ષા મંડળના ફરિયાદ સેલના સભ્ય હિરેનભાઈ ભટાસણા અને મંત્રી રામભાઈ મહેતા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ.ને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે, દર વર્ષે પોલીસ પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવતી હોવા છતાં ભીડનો લાભ લઈને પાકીટમારો અને ચીટરો લોકોના મોબાઈલ ફોન, રોકડ રકમ અને કીમતી ચીજવસ્તુઓની ચોરી કરી જતા હોવાની ફરિયાદો સામે આવે છે.શ્રદ્ધાળુઓની સુખાકારી અને સુરક્ષાને ધ્યાને રાખી આ વર્ષે મેળામાં માર્ગો પર ટ્રાફિક જામ ન થાય તેવું આયોજન કરવા તેમજ ચીટરો અને તસ્કરોથી લોકો લૂંટાય નહીં તે માટે જરૂરી તકેદારીના પગલાં લઈ કડક પોલીસ પેટ્રોલિંગ ગોઠવવા માગણી કરાઈ છે. આ રજૂઆતની નકલ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ને પણ મોકલવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Wankaner #JadeshwarMela #JadeshwarMahadev #PoliceBandobast #ConsumerProtection #TrafficManagement #WankanerPolice #MorbiNews #GujaratNews