રૂ.૧.૪૮ લાખ સોલારના અને રૂ.૧૦ હજાર ખર્ચના ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશમોરબી : મોરબીમાં ઘર ઉપર સોલાર પેનલ સમય મર્યાદામાં ફિટ ન કરી પૈસા પરત ન આપતી કંપની સામે ગ્રાહક અદાલતે ચુકાદો આપી પૈસા તેમજ રૂ.૧૦ હજાર ખર્ચ પેટે ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં બોનીપાર્કની બાજુમાં રહેતાં ધનજીભાઈ ડી. શેરસીયાએ પોતાના મકાન પર સોલાર પેનલ નખાવવા માટે જામનગરની ઇન્ટીફાઇ સોલાર કંપનીને ચેક દ્વારા રૂા ૧,૪૮, ૨૮૭/- રૂપિયા ભરેલ અને ૩૦ દિવસમાં સોલાર પેનલ ફીટ થઇ જશે તેવી બાંહેધરી કંપનીએ આપેલ. પરંતુ સમય મર્યાદામાં સોલાર પેનલ ફીટ ન કરી તેમજ રૂપિયા પરત આપેલ નહીં. તેથી ધનજીભાઈએ મોરબી શહેર/ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ હતો.ગ્રાહક અદાલતે ધનજીભાઈને રૂા. ૧,૪૮,૨૮૭/- અને રૂા. ૧૦,૦૦૦/- અન્ય ખર્ચના ફુલ ખર્ચ રૂા. ૧,૫૮,૨૮૭/- ૯ ટકાના વ્યાજ સાથે તા.૨૪/૫/૨૦૨૪ થી ચુકવવાનો હુકમ કરેલ છે.