વીમા કંપનીને રૂા.૩.૯૨ લાખ ૬ ટકા વ્યાજ સાથે અને ૫૦૦૦ અન્ય ખર્ચ પેટે ચુકવવાનો આદેશ મોરબી : મોરબીમાં કાર પલ્ટી મારી ગયા બાદ વીમા કંપનીએ કારની નુક્સાનીનું વળતર ચુકવવાની ના પાડી દેતા મામલો ગ્રાહક અદાલતમાં પહોંચતા અદાલતે વીમા કંપનીને વળતર વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે.આ કેસની વિગત એવી છે કે બેલા ગામના વતની કાસુન્દ્રા સુમંતભાઈ રાઘવજીભાઈ પોતાની ગાડી લઈને ઉંચી માંડલ પાસે અંબાણી સીરામીકમાં કામે જતાં હોય, ગાડી પલટી ખાઈ જતાં એન્જીનને નુકશાન થયેલ હતું. તેનો વીમો ગોડીજીટ જનરલ ઇન્સ્યોરન્સનો હતો. તમામ કાગળો વીમા કંપનીને સમયસર રજુ કરેલ પરંતુ વીમા કપંનીએ વીમો ચુકવવાની ના પાડતા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમા કેસ દાખલ કર્યો હતો. અદાલતે વીમાકંપનીની સેવામાં ખામી હોય વીમા કંપનીને રૂા.૩,૯૨,૬૦૪/- તા.:-૧૨-૦૯-૨૦૨૪ થી ૬ ટકાના વ્યાજ સાથે અને ૫૦૦૦ અન્ય ખર્ચ પેટે ચુકવવાનો આદેશ કર્યો છે. તેમ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની યાદીમાં જણાવાયું છે.