મોરબી : નાની વાવડીના એક ગ્રાહકનું મોટરસાયકલ ચોરાઈ જતા એચડીએફસી અર્ગો વીમા કંપનીએ વીમાની રકમ ચૂકવવાની ના પાડતા આ અંગેનો કેસ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરાયો હતો. ત્યારે ગ્રાહક અદાલતે વીમા કંપનીને મોટરસાયકલની રકમ અને ખર્ચના રૂપિયા ચૂકવી આપવા આદેશ કર્યો છે.સમગ્ર વિગતો જોઈએ તો, નાની વાવડીના વતની રાકેશભાઈ દામજીભાઈ ખાણધરનું મોટરસાયકલ 27-6-2022ના રોજ ઘરની બહાર શેરીમાંથી રાત્રે ચોરાઈ ગયું હતું. આ અંગે કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. ગ્રાહકે મોટરસાયકલનો વીમો લીધેલ હોય એચડીએફસી અર્ગો ઇન્સ્યોરન્સ કંપનીએ વીમો નહીં મળે તેમ જણાવ્યું હતું. જેથી આ અંગેનો કેસ ગ્રાહક અદાલતમાં દાખલ કરાયો હતો. ત્યારે ગ્રાહક અદાલતે વીમા કંપનીને ફટકાર લગાવીને 65,750 અને 5000 ખર્ચના રૂપિયા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે.