રૂ. 3,24,400 વીમો 9%ના વ્યાજ સાથે અરજદારને ચૂકવવા કોર્ટે આદેશ કર્યોમોરબી : મોરબીના વતની રાજેશ વલ્લભભાઈ બારૈયાએ પોતાની કારને નુકસાન થતા બજાજ એલીન્ઝ જનરલ ઇન્સ્યોરન્સમાં વીમો હોવાથી કાગળ રજુ કરતા વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતા મોરબી શહેર /જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા અદાલતે રૂ. 3,24,400 વીમા કંપનીને ફરિયાદીને આપવા આદેશ કર્યો છે.સમગ્ર વિગત અનુસાર, મોરબીના વતની રાજેશ વલ્લભભાઈ બારૈયાએ પોતાની વિટારા બ્રેજા કાર 2017માં ખરીદી ત્યારથી રેગ્યુલર વીમો બજાજ એલીન્ઝ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં ભરતા હતા. તારીખ 21-5-2023ના રોજ તેમની કાર ઉમા ટાઉનશીપ બહાર વીજ પોલ સાથે ટાકરતા કારને નુકસાન થયું હતું. ત્યારે તાત્કાલિક મારુતિ ડીલરને જાણ કરી હતી અને આ ડીલરે વીમા કંપનીને જાણ કરી હતી. વીમાના કાગળો, આર.સી.બુક, લાઈસન્સ વગેરે સમયસર રજૂ કરવા છતાં વીમા કંપનીએ વીમો આપવાની ના પાડી હતી. આ કેસ ગ્રાહક કોર્ટમાં દાખલ થતાં કેસ કોર્ટમાં ચાલી જતાં ગ્રાહક અદાલતે વીમા કંપનીને 3,09,200 કુલ ખર્ચના રૂ. 5000 માનસિક ત્રાસના અને 10,000 અન્ય ખર્ચના એમ કુલ 3,24,400 તારીખ 4-8-2023થી 9 % વ્યાજે ચૂકવવા આદેશ કર્યો છે.