ફ્રિજ નવું બદલાવી આપવા અથવા તો 9 ટકા વ્યાજ સાથે 51,021 રૂપિયા અને ખર્ચના 10,000 રૂપિયા ચૂકવવા કંપનીને આદેશમોરબી અપડેટ : મોરબીના વતની રક્ષિતભાઈ વાલજીભાઈ કાવરે ઓનલાઈન ક્લાઉડરલ ઇન્ડિયા પ્રા.લી. પાસેથી 45,999 રૂપિયા ચૂકવીને ફ્રિજ ખરીદ્યું હતું. આ ફ્રિજ એમેઝોન કંપનીના વિક્રેતા પાસેથી ખરીદવામાં આવ્યું હતું, પરંતુ ફ્રિજ જરાય ઠંડક ન આપતા વારંવાર રજૂઆતો કરવા છતાં કંપની દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. કંપની દ્વારા ફ્રિજ બદલી આપવાનો ઇનકાર કરી માત્ર નજીવા નાણાં પરત લેવા બાબતે અણગમો દર્શાવવામાં આવ્યો હતો.ગ્રાહકને અન્યાય થતા મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગ્રાહક અદાલતે કેસની સુનાવણી બાદ ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપીને કંપનીને આદેશ કર્યો છે કે ગ્રાહકને ફ્રિજ નવું બદલાવી આપવું અથવા તો જો કંપની પાસે ન હોય તો રક્ષિતભાઈને ફ્રિજની રકમ 51,021 રૂપિયા તેમજ ગેરંટી પીરિયડમાં થયેલ ખર્ચના 5,023 રૂપિયા, કેસ દાખલ તારીખથી 9 ટકાના વ્યાજ સાથે તથા 10,000 રૂપિયા ખર્ચ પેટે ચૂકવી આપવાના રહેશે.ગ્રાહકોએ ઓનલાઈન વસ્તુ ખરીદતા પહેલા વિચારવું જરૂરી છે અને કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવા જણાવાયું છે. #Morbi #MorbiUpdate #ConsumerCourt #ConsumerProtection #MorbiNews #OnlineFraud #ConsumerRights #GujaratNew