મોરબી : ટીંબડી ગામના કાર માલીકે કારમાં થયેલી નુકસાનીનું વળતર ચુકવવા ગ્રાહક અદાલતમાં કરેલા કેસ બાબતે ગ્રાહક અદાલતે ઈન્ફીન્યુમ કંપનીને કારની નુકસાનીનું વળતર વ્યાસ સાથે ચુકવવા હુકમ કર્યો છે.મોરબી તાલુકાના ટીંબડી ગામના દુર્લભજીભાઈ છનીયારાની ઈનોવા કારમાં ખામી સર્જાઈ હતી. જેથી તેમણે ટોયોટો કીલોસ્કરના એજન્ટના કહ્યા મુજબ ડીલર અને કંપનીને જાણ કરી હતી. પરંતુ કંપનીએ ડિઝલમાં ખામી હોવાથી કારમાં ખામી સર્જાઈ હોવાનું કહીને વળતર આપવાની ના પાડી દીધી હતી. જેથી દુર્લભજીભાઈ છનીયારાએ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે અરજદાર જ્યાં ડીઝલ પૂરાવતા હતા તે પેટ્રોલિયમની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ડિઝલમાં કોઈ ખામી જણાઈ ન હતી. તેથી ગ્રાહક અદાલતે કંપનીને ફટકાર લગાવીને 1,22,151 રૂપિયા 9 ટકા વ્યાજ સાથે અને 10 હજાર રૂપિયા માનસિક ત્રાસ પેટે અને 10 હજાર અન્ય ખર્ચ પેટે ચુકવવા કંપનીને હુકમ કર્યો છે.