ટ્રાફિક જવાનો સહિતનાઓને સન્માનિત કરવામાં આવ્યા મોરબી : મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા છેલ્લા ૨૮ વર્ષથી માર્ચ મહિનામાં 'વિશ્વ ગ્રાહક સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત ચાલુ વર્ષે પણ ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબીના રવાપર ગામના ગેઈટ પાસે, કેપિટલ માર્કેટની બાજુમાં આવેલા ઉમા હોલ ખાતે તારીખ ૨૪/૦૩/૨૦૨૬, મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ કલાક દરમિયાન આ સેમિનાર યોજાયો હતો.આ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે પી. સી. રાવલ (ન્યાયમૂર્તિ, ગ્રાહક અદાલત મોરબી-રાજકોટ) ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કાર્યક્રમનું પ્રમુખ સ્થાન રમાબેન માવાણી (પૂર્વ સાંસદ)એ સંભાળ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બ્રિજેશભાઈ મેરજા (પૂર્વ મંત્રી), શૈલેષકુમાર સી. ભટ્ટ (નાયબ જિલ્લા વિકાસ અધિકારી), જે. વી. કાકડીયા (જિલ્લા પુરવઠા અધિકારી), હિતેશભાઈ કુંડારીયા (મામલતદાર, મોરબી શહેર) અને સી. કે. નિમાવત (મામલતદાર, મોરબી ગ્રામ્ય) સહિતના અધિકારીઓ અને અગ્રણીઓએ હાજર રહી પ્રજાના પ્રશ્નોનું માર્ગદર્શન આપ્યું હતું. સેમિનાર દરમિયાન સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મનિષ્ઠ કર્મચારીઓ, મોરબીની ગૌરવવંતી વ્યક્તિઓ, સામાજિક સંસ્થાઓ અને પ્રમાણિક વેપારીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં નહેરુ ગેટ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા ભાનુભાઈ બાલાસરા અને ટ્રાફિક કોન્સ્ટેબલ કેતનભાઈ મેણિયાને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા, મંત્રી રામભાઈ મહેતા અને ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ તથા હિતેશભાઈ મહેતા જહેમત ઉઠાવી હતી.#Morbi #ConsumerAwareness #GrahakSuraksha #MorbiNews #ConsumerRights #Event #MorbiUpdate