મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની તિથિ પ્રમાણેની જન્મજયંતીથી કરાયો પ્રારંભમોરબી : ટંકારાના પનોતા પુત્ર મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની તિથિ પ્રમાણેની 200મી જન્મ જયંતી હોય આજના આ પાવન દિવસથી મોરબીના જડેશ્વર પાસે ભારતમાતાના મંદિર નિર્માણનો શુભારંભ કરવામાં આવ્યો છે.મોરબીના આંગણે જડેશ્વર પાસે બનવા જઈ રહેલા ભારતમાતાના મંદિર નિર્માણના શુભારંભ પ્રસંગે મહેશભાઈ ભોરણીયાએ જણાવ્યું હતું કે, મોરબીના જડેશ્વર પાસે ભારતમાતાનું મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે આજે મંદિર નિર્માણનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજે તિથિ પ્રમાણે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતી હોય આજના આ પાવન દિવસે ભારતમાતાના મંદિર નિર્માણનો શુભારંભ કરવામાં આવ્યો છે. પરમ કૃપાળુ પરમાત્મા અમને સૌ કાર્યકર્તાઓને અને મોરબી વાસીઓને એવી શક્તિ પ્રદાન કરે કે જેથી ઝડપથી આ મંદિરનું કાર્ય પૂર્ણ કરીને રાષ્ટ્ર ઉત્થાનનું કાર્ય કરીએ.