વાંકાનેર : વાંકાનેરમાં સીવીલ કોર્ટ સંકુલ ખાતે ગઈકાલે તા. 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોર્ટ રજીસ્ટાર દ્વારા બંધારણના આમુખનું વાંચન કરવામાં આવેલ અને બંધારણના મૂલ્યોની જાળવણી માટે લોકોને જાગૃત કરવામાં આવેલ હતા. આ બંધારણના આમુખના વાંચનમાં તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન બી. વી. પરમાર (પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ), એમ. સી. પટેલ (એડી. સિવિલ જજ), એ. પી. જોશી (બીજા અધિક સિવિલ જજ), સરકારી વકીલ સી. એલ. દરજી, એસ. બી. સોલંકી, એ. એન. પટેલ, બાર એસોસિયેશનના પ્રમુખ સુનિલભાઈ મહેતા, તાલુકા કાનૂની સેવા સમિતિના પી.એલ.વી. હરદેવસિંહ ઝાલા તેમજ વાંકાનેર કોર્ટનો સ્ટાફ તેમજ વકીલો હાજર રહેલ હતા.