મોરબી : મૂળ હળવદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે મિત્રતા કેળવી મીઠી-મીઠી વાતો કરી પ્રેમજાળમાં ફસાવી બિભિત્સ ફોટો તેમજ વીડિયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી દગાબાજ પ્રેમી એવા યુવાન તેમજ હળવદના વતની પોલીસ કોન્સ્ટેબલે આ ફોટા વિડીયો વાયરલ કરી ધરાર ફ્રેન્ડશીપ ચાલુ રાખવા અન્યથા સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. મૂળ હળવદ તાલુકાના એક ગામમાં રહેતી યુવતીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ચરાડવાના રહેવાસી આરોપી સંદિપ વાસુદેવભાઇ હડીયલ અને હળવદમાં રહેતા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ એવા આરોપી હરેશભાઇ ઘનશ્યામભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ તેણીને આરોપીઓ સાથે ફ્રેન્ડશીપ હોય આરોપીઓ સાથે શેર કરેલા ફોટા તેમજ વિડીયો કોલ સમયે આરોપીઓએ બિભિત્સ વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લઈ આ વાંધાજનક ફોટો અને વિડીયો ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર શેર કરી ભોગ બનનારની બહેનને મોકલી ધરાર ફરિયાદી સાથે ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કર્યું હતું સાથે જ જો ફ્રેન્ડશીપ નહીં રાખે તો સમાજમાં બદનામ કરી દેવા ધમકી આપી હતી. હળવદ પંથકની યુવતી સાથે ફ્રેન્ડશીપના નામે થયેલ દગાબાજી મામલે હાલમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયા બાદ બીભત્સ ફોટા વીડિયો વાયરલ કરનાર આરોપી કોન્સ્ટેબલ હરેશ ઘનશ્યામ ચૌહાણ રહે હળવદ તેના સાથી સંદીપ વાસુદેવ હડીયલ રહે ચરાડવા, તેમજ બીજા શખ્સ ઉમેશ ઘનશ્યામ સોનગરા રહે ચરાડવા તેમજ મેહુલ ઘનશ્યામ મકવાણા રહે સાપકડાને પોલીસે ઝડપી લીધા હતા.