મોરબી : હાલ સિરામિક ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યું છે તેવામાં સરકારે ગુજરાત ગેસમાં રૂ.1.50નો ફાયદો આપવાનો નિર્ણય લીધો છે. તેવી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જાહેરાત કરી છે.ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે મોરબી સિરામિક ઉદ્યોગમાં સર્જાયેલા મંદીના માહોલને ધ્યાને લઈ અને અમારી રજૂઆતને અનુસરી, રાજ્ય સરકારે ગુજરાત ગેસમાં રૂ. 1.50નો ફાયદો આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાણામંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ નિર્ણય મોરબીના ઉદ્યોગજગતને નવી રાહત અને પ્રોત્સાહન આપશે, જે આર્થિક વિકાસ અને રોજગાર માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. તેમ ધારાસભ્ય કાંતિલાલે જણાવ્યું છે.