સિરામિક ઉદ્યોગને રો-મટીરિયલ્સ સપ્લાય કરતા 700 જેટલા ઉદ્યોગકારોની બેઠક મળી : પેમેન્ટમાં વિલંબ સહિતના પ્રશ્નો અંગે ચર્ચા : એસોસિએશન બનાવવા તમામ લોકોએ આપ્યો અભિપ્રાયમોરબી : સિરામિક ઉદ્યોગમાં રો - મટીરિયલ સપ્લાય કરતા વિવિધ મટીરિયલ ઇમ્પોર્ટર, ગ્લેઝ કમ્પાઉન્ડ મેકર, માઇક્રોન, સ્પ્રેડાયર, ફીટ મેનુફેક્ચર, કોલ સપ્લાયર, એબ્રેસિવ તેમજ પેકેજીંગના 700થી વધુ પ્રતિનિધિઓ સાત હનુમાનજી મંદિર, લાલપર મોરબી મુકામે બેઠક યોજાઇ હતી. આ સપ્લાયર મિટિંગમાં ચર્ચા દરમિયાન મોટા ભાગના સપ્લાયર મિત્રોના અભિપ્રાય આવેલ કે આજના સમયમાં ઉધાર આપેલ ઉઘરાણી સમયસર અથવા સાવ આવતી નથી. માટે મિટિંગમાં હાજર દરેક સભ્યોના અભિપ્રાય આવેલ કે સપ્લાયર મિત્રોની એકતા જળવાઈ રહે અને ખોટા થતા રૂપિયા મહદ્અંશે અટકાવી શકાય તે માટે ' રો-મટિરિયલ્સ એસોસિએશન'ની સ્થાપના કરી તેને રજીસ્ટર કરાવવામાં આવે. ત્યારબાદ રો- મટિરિયલ્સ એસોસિએશનમાં મોટામાં મોટી સંખ્યામાં અને કોઈ જેન્યુન સપ્લાયર એસોસિએશનમાં જોડાવવામાં રહી ન જાય તે માટે લાગતા વળગતા દરેક મિત્રોને જાણ કરવી. જેથી એસોસિએશનમાં જોડાઈ શકે અને તેમની સાથે ફ્રોડ થતા મહદ્અંશે અટકાવી શકાય. વધુમાં આ બેઠકમાં એવી પણ ચર્ચા થઈ કે સમયસર ઉઘરાણી ન અપાતી કંપનીઓના નામ ઉજાગર કરવામાં આવે.તેમ યાદીમાં જણાવાયું છે.