મોરબી : મોરબી તાલુકા પંચાયતની ખાનપર બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. ભારે રસાકસી બાદ કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સંદિપભાઈ દિલીપભાઈ લીંબડનો વિજય થયો છે. જ્યારે ભાજપના રજનીકાંત કટેશીયાની હાર થઈ છે.ખાનપર બેઠક પર કોંગ્રેસના સંદિપભાઈ લીંબડને 1861 અને ભાજપના ઉમેદવાર રજનીકાંત કટેશીયાને 1520 મત મળ્યા હતા. જેથી 341 મતે ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે.