વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતની ગાંગીયાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર શોભનાબેન બાવળિયાનો ભવ્ય વિજય થયો છે.ગાંગીયાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શોબનાબેન પ્રવિણભાઈ બાવળિયાને 2322 મત મળ્યા છે. જ્યારે ભાજપના ગીતાબેન ધોરીયાને 1811 અને આમ આદમી પાર્ટીના આશાબેન રંગપરાને 298 મત મળ્યા છે. આમ ગાંગીયાવદર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.