વોર્ડ નં.5માં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ટાઈ થઈ, ચિઠ્ઠી ઉછાળતા બેઠક કોંગ્રેસના ફાળે ગઈ : કુલ 6 વોર્ડની 24 બેઠકો પર કોણ બન્યું વિજેતા, જુઓ યાદી મોરબી : કોંગ્રેસના વર્ચસ્વ વાળી માળિયા મિયાણા તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ વખતે ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને દર વખત કરતા વધુ ટક્કર આપી હતી. કોંગ્રેસે અહીં 6 વોર્ડની 24 બેઠકમાંથી 17 ઉપર વિજય મેળવ્યો છે. જ્યારે ભાજપે 7 બેઠક ઉપર વિજય મેળવ્યો છે. બીજી તરફ વોર્ડ નંબર 5 માં એક બેઠક પર ભાજપના શરીફાબેન હસનભાઈ કટિયા અને કોંગ્રેસના મરિયમ મહંમદ આમીન ભટ્ટી વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. બંને ઉમેદવારોને સમાન 153 મત મળતા ટાઈ પડી હતી. પરિણામ નક્કી કરવા માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના મરિયમ મહંમદ આમીન ભટ્ટી વિજેતા જાહેર થયા હતા.વોર્ડ 1● જેના અયુબ કટીયા (કોંગ્રેસ) - 869 મત● જેના કરીમ સંધવાણી (કોંગ્રેસ) - 839 મત● રસુલ વીરા જેડા (કોંગ્રેસ) - 795 મત● હારુન હબીબ સંધવાણી (કોંગ્રેસ) - 761 મતવોર્ડ 2● શકીના જુમ્માભાઇ શેડાત (કોંગ્રેસ) - 356 મત● સાજેદાબી ફતેમામદ મોવર (કોંગ્રેસ) - 377 મત● ઇકબાલ સુભાન સંધવાણી (કોંગ્રેસ) - 408 મત● વિરમ નુરાલી મોવર (કોંગ્રેસ) - 387 મતવોર્ડ 3● અમીના અનવરભાઇ મોવર (ભાજપ) - 397 મત● સરીફા અબ્દુલ્લા નોતીયાર (ભાજપ) - 364 મત● જયેશ ધીરુભાઇ સોલંકી (ભાજપ) - 372 મત● આવેશ હબીબભાઇ મોવર (કોંગ્રેસ) - 405 મતવોર્ડ 4● રહેમતબેન ઓસમાણભાઇ માણેક (કોંગ્રેસ) - 334 મત● જેનાબેન હારુનભાઇ સંધવાણી (કોંગ્રેસ) - 302 મત● ઇકબાલભાઇ ઉંમરભાઇ જેડા (કોંગ્રેસ) - 345 મત● રહીમ રાજા જામ (કોંગ્રેસ) - 319 મતવોર્ડ 5● મુક્તાબેન મીઠાભાઇ ચાવડા (ભાજપ) - 176 મત● મરીયમ મહમદઆમીન ભટ્ટી (કોંગ્રેસ) - 153 મત● જુલ્ફિકાર ઉમરદીન સંઘવણી (ભાજપ) - 191 મત● રસીદ હાજી જેડા (ભાજપ) - 195 મતવોર્ડ 6● જેના તાજમામદ મોવર (કોંગ્રેસ) - 589 મત● ફરીદાબેન અનવરભાઇ ખોડ (કોંગ્રેસ) - 587 મત● અહેમદઅલી કાદરભાઇ માલાણી (કોંગ્રેસ) - 636 મત● જુબેદા યુનુસ ભટ્ટી (ભાજપ) - 472 મત#MorbiUpdate #MaliyaMiyana #TalukaPanchayatElection #ElectionResults #MorbiNews #GujaratElections