વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક ઉપરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર સુજાનાબેનને 2198 મત મળ્યા હતા. જ્યારે હરીફ ઉમેદવાર ગીતાબેનને 1556 મત તથા સજુબાને 462 મત મળ્યા હતા. જ6અરે નોટામાં 45 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારની જીત થતા કોંગી અગ્રણીઓએ આ જીતને વધાવી છે.