‘વોટ ચોર ગાદી છોડ’ના નારા સાથે કોંગ્રેસના આગેવાનોનું વિરોધ પ્રદર્શનમોરબી: મોરબીમાં આજે શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરી મુદ્દે પ્રતીક ધરણા યોજવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસ આગેવાનોએ ‘વોટ ચોર ગાદી છોડ’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા નવા બસ સ્ટેન્ડ રોડ પર પ્રતીક ધરણાનું આયોજન કરાયું હતું. આ અંગે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે લોકસભાના નેતા રાહુલ ગાંધીએ વોટ ચોરીના મુદ્દે પુરાવા સાથે જે વાત રજૂ કરી છે, તે 'વોટ ચોર ગાદી છોડ' ના નારાને બુલંદ બનાવવા માટે આ કાર્યક્રમ યોજાયો છે. આ ધરણામાં કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા છે. અંતમાં પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ મોરબીમાં અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.