હળવદ : વિકાસ સપ્તાહ અંતર્તગ રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમની નિમંત્રણ પત્રિકામાં પ્રોટોકોલના ભંગ બાબતે હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહિપાલસિંહ ઝાલા દ્વારા મામલતદાર/તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઈ છે.રજૂઆતમાં જણાવાયું છે કે, રવિ કૃષિ મહોત્સવનું આયોજન હળવદના ઈસનપુર ગામે તારીખ 14 અને 15 ઓક્ટોબરના રોજ કરાયું હતું. ઉદઘાટન સમારંભના ઈ-નિમંત્રણ પત્રિકામાં હોદ્દાની રૂએ ચૂંટાયેલા પદાધિકારીઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. જે પ્રતિનિધિઓ કાર્યક્રમના સ્ટેજના અપેક્ષિત પદાધિકારી તરીકે સ્ટેજ પર પોતાનું સ્થાન મેળવી શકે તેમ છતાં આ કાર્યક્રમમાં અમારી હાજરીમાં જોયા પ્રમાણે બિન અપેક્ષિત લોકો પોતાનું સ્થાન સ્ટેજ પર ધારણ કરતાં હતા. તેઓને આમંત્રિત મહેમાન તરીકે ગણવામાં આવ્યા હતા કે કેમ કે સ્ટેજ કાર્યક્રમની આમંત્રણ પત્રિકાના પ્રોટોકોલનો ભંગ કર્યો હતો તેવું દેખાતા આ બાબતે લેખિતમાં જવાબ આપવામાં આવે તેમ જણાવાયું છે.