મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ જગદીશ ભાઈ ઠાકોરની સૂચના મુજબ બીજેપીની કિન્નાખોરી પ્રેરીત કેન્દ્ર સરકારના ઈડી વિભાગ દ્વારા કોંગ્રેસના સન્માનીય નેતા રાહુલ ગાંધીને નેશનલ હેરેલ્ડ કેસમાં કરવામાં આવતી સતત કનડગત અને કોંગ્રેસ પક્ષના મુખ્ય મથકે પોલીસના અનાધિકૃત પ્રવેશ અંગે વિરોધ વ્યકત કરવા કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી ધરણાના કાર્યક્રમના ભાગરૂપે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે તા 17/6/22 શુક્રવારે સવારે 11:00 વાગ્યે કલેકટર કચેરી, સોઓરડી, મોરબી -2 ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયંતીભાઇ જે.પટેલની યાદીમાં જણાવાયું છે.