મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન મહેશ રાજપૂતે મીડિયા સાથે વાતચીત કરતા રાજ્યની ભાજપ સરકાર અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.મહેશ રાજપૂતે મોરબી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયામાં જ મોરબીમાં બે-બે મર્ડરની ઘટનાઓ બની છે. લો એન્ડ ઓર્ડર સાવ ખાડે ગયો છે. બીજી તરફ ગૃહમંત્રી સંઘવી વિધાનસભામાં જવાબ આપવા બેસવાના બદલે દક્ષિણ ગુજરાતમાં ફરી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થામાં તાત્કાલિક સુધારો થવો જોઈએ તેવી માંગ તેમણે કરી હતી.તાજેતરમાં રજૂ થયેલા ગુજરાતના બજેટ અંગે તેમણે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે, ભાજપ સરકાર માત્ર 'ચણા-મમરા' પકડાવીને બજેટ ફાળવી રહી છે, જેનાથી કોઈ વિકાસ થવાનો નથી. 52 ટકા વસ્તી ધરાવતા ઓબીસી સમાજ માટે બજેટમાં અલગથી ઓછામાં ઓછી 30 ટકાની નાણાકીય જોગવાઈ થવી જોઈએ. આ ઉપરાંત એસસી, એસટી અને આદિવાસી સમાજના વાસ્તવિક વિકાસ માટે પણ બજેટમાં યોગ્ય જોગવાઈ થવી જોઈએ.ખેડૂતોની હાલાકી અંગે તેમણે જણાવ્યું કે, ખેડૂતોને હજુ સુધી તેમના પાકના પૂરા પૈસા મળ્યા નથી. કેન્દ્ર સરકાર પર સીધું નિશાન સાધતા તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી માત્ર અમેરિકાની ચાપલુસી કરી રહ્યા છે. અમેરિકન મીડિયાના અહેવાલો મુજબ તેઓ અમેરિકાના પ્રમુખના કહેવા પર ડાન્સ કરી રહ્યા છે જે શરમજનક છે. અમેરિકા સાથે જે સોલાર કંપનીઓની ડીલ કરવામાં આવી છે તેમાં વિદેશી કંપનીઓને ટેક્સમાંથી મોટી મુક્તિ આપવામાં આવી છે, જ્યારે આપણા દેશના ખેડૂતોને બરબાદ કરવામાં આવી રહ્યા છે. હિન્દુસ્તાનના લોકો અને ખેડૂતોના હિતમાં અમેરિકા સાથે થયેલી આ તમામ ડીલ રદ થવી જોઈએ.#Morbi #MorbiUpdate #MorbiNews #CongressProtest #MaheshRajput #GujaratBudget #LawAndOrder #MorbiPolice #OBCRights #FarmersIssue #GujaratPolitics #NarendraModi #HarshSanghavi