જો શાસક પક્ષ સંગઠનના પ્રમુખ અને મહામંત્રીનું નામ છાપવું હોય તો વિપક્ષના પ્રમુખ અને મહામંત્રીનું નામ પણ છાપો : ડીડીઓને જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો પત્રમોરબી : મોરબી જિલ્લા પંચાયતના લોકાર્પણ કે ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં આમંત્રણ પત્રિકામાં શાસક સંગઠનના હોદેદારોને બોલાવવામાં આવતા કોંગ્રેસે વિરોધ નોંધાવી આ મામલે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કે જો શાસક પક્ષના સંગઠનના હોદેદારોને બોલાવવામાં આવે તો વિપક્ષના સંગઠનના હોદેદારોને પણ બોલાવો.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ ડીડીઓને પત્રમાં જણાવ્યું છે કે મોરબી જિલ્લામાં કોઈ પણ વિકાસના કામોના ખાતમુહૂર્ત કે લોકાર્પણ થતા હોય છે. તેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને ચૂંટાયેલ સભ્યો હોય તે સ્વાભાવિક છે. પરંતુ રાજકીય પક્ષના પ્રમુખ અને મહામંત્રીના પણ આમંત્રણ કાર્ડમાં નામ લખવામાં આવતા હોય છે. ત્યારે વિપક્ષના પ્રમુખ અને મહામંત્રીના નામ પણ આમંત્રણ પત્રિકામાં છાપવા જોઈએ. કારણકે સરકારનો કોઈ એવો પરિપત્ર નથી કે સરકારના કાર્યક્રમમાં માત્ર શાસક પક્ષના પ્રમુખ અને મહામંત્રીને બોલાવવા. અવારનવાર આવી ભૂલો અગાઉ થતી આવેલ છે. હવે આવી ભૂલનું પુનરાવર્તન કરી જિલ્લા પંચાયત હસ્તક થતી આવી કોઈ પણ કામગીરી કરવામાં આવશે તો આ અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ ગંભીરતાથી લઈ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરશે.