900થી વધુ પેંશનરો અને સામાન્ય નાગરિકોને મુશ્કેલી પડવા અંગે ભીતિ વ્યક્ત કરવામાં આવી હળવદ : હળવદ ખાતે કાર્યરત પેટા તિજોરી કચેરી બંધ કરી જિલ્લા મથકે ખસેડવા સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવતા હળવદ શહેર-તાલુકા કોંગ્રેસ દાવર વિરોધ કરી પેટા તિજોરી કચેરી હળવદ ખાતે જ ચાલુ રાખવા માંગ કરી છે.હળવદ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદાર હળવદને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા આગામી તા.15 સપ્ટેમ્બરથી હળવદ ખાતે કાર્યરત પેટા તિજોરી કચેરી બંધ કરી જિલ્લા મથકે લઈ જવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે, હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડો.કે.એમ.રાણાએ આ બાબતે રજુઆત કરતા જણાવ્યું હતું કે, હળવદ તાલુકામાં 900થી 950 જેટલા પેંશનરો છે સાથે જ તાલુકાન મહેકમ માટે પગાર પણ અહીંથી જ થતો હોવાની સાથે સામાન્ય અરજદારો પણ સ્ટેમ્પ ટિકિટ તેમજ નોટરી પણ આ કચેરીનો લાભ લેતા હોય જો કચેરી જિલ્લા મથકે જાય તો લોકોને નાણાં અને સમયનો વ્યય થાય તેમ હોય પેટા તિજોરી કચેરી હળવદ ખાતે જ રાખવા માંગ ઉઠાવી હતી.