મોરબી : મોરબીમાં અયોધ્યાપુરી મેઈન રોડથી નવાડેલા રોડ સુધીના રસ્તામાં ભુગર્ભ ગટરનું કામ કરી રોડ બનાવી આપવા શહેર કોંગ્રેસ મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે.રજુઆતમાં જણાવાયુ છે કે મોરબી શહેરમાં જુના બસ સ્ટેન્ડની પાછળ અયોધ્યાપુરી મેઈન રોડથી નવાડેલા રોડ સુધીનો રસ્તો ખુબ જ બિસ્માર હાલતમાં છે. આ રસ્તા ઉપર એસ.ટી. બસ સહિતના વાહનોની ભારે અવરજવર પણ રહે છે. તેમજ ચોમાસા દરમ્યાન આ રસ્તામાં ખાડા પડી જાય છે. જેના કારણે અકસ્માતના પણ બનાવો બને છે. જેથી જુના બસ સ્ટેન્ડની પાછળ અયોધ્યાપુરી મેઈન રોડથી નવાડેલા રોડ સુધીના રસ્તામાં ભુગર્ભ ગટરનું કામ કરી રોડ બનાવી આપવાની માંગ છે.