મોરબી: સોનગઢ ગામથી નાની બરાર ગામ વચ્ચેથી પસાર થતી અદાણી કંપનીની વીજ લાઇનનો એક પોલ જોખમી રીતે અડધો નમી પડ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ગંભીર બાબતની જાણ થતા જ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા.મળતી વિગતો મુજબ, સોનગઢ અને નાની બરાર વચ્ચે જીવંત વીજ લાઇનનો પોલ અડધો ઢળી પડ્યો હતો. આ અંગેની રજૂઆત કિશોરભાઈ ચિખલિયા પાસે પહોંચતા જ તેમણે તાત્કાલિક મોરબી જિલ્લા કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી કે આ જીવંત લાઇનને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે, તેથી તાકીદે વીજ પુરવઠો બંધ કરાવી ઢળી પડેલા પોલનું રિપેરિંગ કામ કરવામાં આવે. કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત ટાળી શકાય તે હેતુથી તંત્ર દ્વારા વહેલી તકે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #AdaniPowerLine #SafetyFirst #MorbiCollector #ElectricityIssue #GujaratNews #EmergencyAlert