મોરબી: મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીને મહાનગરપાલિકાના નવા સીમાંકન બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી મહાપાલિકાના સીમાંકનમાં જે 9 નવા ગામોને શહેરી વિસ્તારમાં ભેળવવામાં આવ્યા છે, તેમને નગરપાલિકા સમયના જે જૂના વોર્ડ હતા, તેની ભૌગોલિક નજીકતા મુજબ જ સમાવેશ કરવામાં આવે. કોંગ્રેસ પ્રમુખે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, મોરબી-2 માં આવેલ માળીયા-વનાળીયા વિસ્તાર જે સો-ઓરડીની નજીક છે, તેને સો-ઓરડી વિસ્તાર જે વોર્ડમાં આવતો હોય તે જ વોર્ડમાં સમાવવો જોઈએ. તેમજ માંગ કરાય છે કે સીમાંકનની પ્રક્રિયામાં સ્થાનિક ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખવામાં આવે જેથી વહીવટી સરળતા રહે અને નાગરિકોને સુવિધા મળી રહે.