વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી સમક્ષ કિશોરભાઈ ચિખલીયાએ લેખિત રજૂઆત કરીમોરબી : મોરબી ડેપોમાં ડ્રાઈવર તથા કન્ડક્ટરની ઘટ હોવાના કારણે મોરબી જિલ્લામાં તમામ ગામડાઓમાં રૂટ અનિયમિત થઈ ગયા હોવાથી આ ઘટ પૂરી કરીને રૂટ તાત્કાલિક ધોરણે ચાલુ કરાવવા અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ડ્રાઈવર અને કન્ડક્ટરની મોટા પ્રમાણમાં ઘટ છે. આ ઘટના કારણે મોરબી જિલ્લાના તમામ ગામડાઓના રૂટ અનિયમિત થઈ ગયા છે. જેથી વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ તેમજ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી તાત્કાલિક ધોરણે અનિયમિત રૂટો ચાલુ કરાવવા મોરબી ડેપોમાં ડ્રાઈવર તથા કન્ડક્ટરો ફાળવી આપવા રજૂઆત કરાઈ છે.