ભારતીબેન દોરાલા દ્વારા રોડના કામની ગુણવત્તા અને દબાણો હટાવવા સહિતના મુદ્દાઓ રજૂ કરાયાહળવદ : હળવદ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં વોર્ડ નં.1ના કોંગ્રેસના સદસ્ય ભારતીબેન ગોપાલભાઈ દોરાલા દ્વારા જુદા જુદા 8 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં રોડના કામની ગુણવત્તા સુધારવા અને દબાણો હટાવવા સહિતના મુદ્દાઓ મુકવામાં આવ્યા છે. ભારતીબેન દોરાલા દ્વારા જે મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.તેમાં જણાવાયુ હતું કે ધ્રાંગધ્રા રોડ ત્રણ રસ્તાથી બાપાસીતારામ મઢુલી સુધીમાં બનાવેલ આર.સી.સી.રોડ ગુણવતાના અભાવે નબળી કામગીરી થયેલ જણાતા જે રોડમાં તીરાડો અને પોપડા પડી ગયેલ હોઈ જેથી સ્થળ ઉપર તાત્કાલીક ખરાઈ કરી કાર્યવાહી કરવામાં આવે.શહેરમાં આવેલ ખરાવાડ તરીકે ઓળખાતા વિસ્તાર જેવા કે સરા રોડ થી પરશુરામ મંદિર સુધીમાં ખરાઓમાં ગેરકાયદેસર વાણીજય હેતુ માટેની દુકાનોના બાંધકામો જણાય છે.જેની નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે કે કેમ ? અને જો ન કરવા માં આવેલ હોઈ તો કાર્યવાહી કરવામાં આવે.હળવદ શહેરમાં દશામાના મંદિરથી લઈ ધ્રાંગધા દરવાજા અંદર થઈ મેઈન બજારમાં દુકાનો બહાર ગેરકાયદેસર પતરા તેમજ ઓટાઓ તાત્કાલીક અસરથી દુર કરી ટ્રાફીકની સમસ્યા નીવારવામાં આવે.હળવદ શહેરમાં અદાણી ગેસ કંપની દ્વારા કરવામાં આવેલ ખાડાઓ બુરવા તેમજ નગરપાલીકા - હળવદને આપેલ ડીપોઝીટ અંગેનો હીસાબો અને નગરપાલીકા દ્વારા થયેલ કામગીરી કે બાકી કામગીરી અંગે સ્પષ્ટતા કરવામાં આવે અને તેમાં ગેરવહીવટ થયેલ હોઈ તો તેની ખરાઈ કરી કાર્યવાહી કરવામાં આવે.નગરપાલિકાની માલીકીમાં આવતી મિલકતો કે જે રેકર્ડ ઉપર નોંધાયેલ હોઈ અને સ્થળ ઉપર ખરાઈ કરી દબાણ જણાય તો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવે.નગરપાલિકા કચેરીના તમામ કર્મચારીઓની કેવી રીતે ભરતી કરવામાં આવેલ છે.તેની ચર્ચા કરવા તેમજ લેખીત માહીતી આપી સ્પષ્ટતા કરવામાં આવે.સેનીટેશનમાં રોજમદાર તથા કાયમી કર્મચારીનો કેટલો સ્ટાફ છે તેમજ કર્મચારીઓ દ્વારા વોર્ડ નંબર - ૧ થી ૭ માં કયા અને કેટલા કર્મચારીઓની લેખીત કે મૌખીક નીમણુક કરેલ છે.તેની ચર્ચા કરી કાર્યવાહી કરવામાં આવે.હળવદ શહેરમાં આવેલ દંતેશ્વર દરવાજે તથા કુંભારપરામા આવેલ બાંભાવાડી ખોડીયાર માતાજીના મંદિર પાસે તથા પંચમુખી વિસ્તારમાં આવેલ રામાપીરનાં મંદિર પાસે લાઈટ અંગેના નવા ટાવર ઉભા કરવામાં આવે.તે માંટે લેખિતમાં ઉપરોક્ત મુદ્દાઓ પાલિકાની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યા છે. હવે વિપક્ષના મુદ્દાઓ પર સતા પક્ષ ધ્યાન આપશે કે નહીં ? તે મુદ્દે ચર્ચા જાગી છે.