કોંગ્રેસના અગ્રણીઓએ આગામી ચૂંટણીને ધ્યાને લઈને પક્ષને મજબૂત બનાવવા તેમજ પ્રજાના પ્રશ્ને અવાજ ઉઠાવવાની હાકલ કરી મોરબી : મોરબી શહેર-જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા વોર્ડ નંબર ૯માં કોગ્રેસ કાર્યકરો અને આગેવાનોની મીટીંગ યોજાઈ હતી. પ્રજા વિરોધી ભાજપની સરકારની સામે અવાજ ઉઠાવવાની કોંગ્રેસે હાકલ કરી હતી. મોરબી શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિના વોર્ડ નંબર ૯ના કાર્યકર આગેવાનોની મીટીંગમાં એક ચૂંટણી લક્ષી અને ભારત જોડોના અભિયાનના કાર્યક્રમની ચર્ચા કરવામાં આવેલ હતી અને આજના સમયમાં પ્રજા મોઘવારી અને કાયદા વ્યવસ્થાની પરિસ્થિત અને સામાજિક અસમાનતામાં પરેશાન થઈ રહેલ છે ત્યારે આવનાર સમયમાં એકતા અને અખંડતતા જળવાઇ રહે તે માટે કોગ્રેસ પક્ષ ને મજબૂત બનવા અને ભાજપની પ્રજા વિરોધી સરકારની સામે અવાજ ઉઠાવવાની મોરબી જિલ્લા કોગ્રેસના પ્રમુખે જયંતીભાઈ જે.પટેલે આગેવાન અને કાર્યકરોને હાકલ કરેલ હતી. આં કાર્યક્રમમાં મનોજભાઈ પનારા, એલ.એમ કંઝરિયા, કે.ડી પડસુબિયા, રમેશભાઈ રબારી, રાજુભાઈ કાવર, પી.પી બાવરવા, કે.ડી બાવરવા, પ્રભાબેન જાદવ, સરલાબેન અશ્વિન ભાઈ વિડજા, ચેતન એરવડિયા, નિલેશભાઈ ભાલોડિયા, મહેશ રાજ્યગુરૂ, દેવેન્દ્રસિંહ જાડેજા, યુવા પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા્, ટી.ટી.કેલા,વોર્ડ નંબર ૯ના કોગ્રેસ પક્ષના આગેવાન કાર્યકરો બહોળી સંખ્યમાં ઉપસ્થિત રહેલ હતા અને વોર્ડ નંબર ૯માં કોગ્રેસ પક્ષને મજબૂત બનાવી આવનાર ચૂંટણીમાં કોગ્રેસને વિજય બનાવવાના સંકલ્પ સાથે મીટીંગને પૂર્ણ કરેલ તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની યાદી જણાવે છે.