મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આગમી ચૂંટણીને અનુલક્ષીને અપાયેલા વચનો મતદારોને ઘેર ઘેર પહોંચાડવા આવતીકાલે મોરબી શહેર અને તાલુકા કોંગ્રેસની ખાસ બેઠક પાટીદાર હોલ ખાતે યોજવામાં આવી છે. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જે.પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુંબિયા અને મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ કાવરની સંયુક્ત યાદીમાં જણાવ્યા મુજબ આગામી વિધાનસભા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવા તેમજ તા.24,25 અને 26ના રોજ મતદારોને ઘેર - ઘેર વચન પહોંચાડવા માટે આવતીકાલે તા. 21ના રોજ બપોરે 2 વાગ્યે પાટીદાર હોલ, ભક્તિનગર સર્કલ પાસે મોરબી તાલુકા અને શહેર કોંગ્રેસની ખાસ બેઠક યોજવામાં આવી છે જેમાં હોદેદારો અને કાર્યકર્તાઓને હાજર રહેવા જણાવાયું છે.