રકમ મંજૂર કર્યા વિના ખેતરમાં વીજપોલ નાખી દઈ વળતર પણ ચુકવાયું ન હોવાનો મહેશ રાજકોટીયાનો આરોપટંકારા : મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકાના ખાખરેચીના ખેડૂત રમેશભાઈ દલાભાઈ કૈલાની જમીનમાં લાકડીયાથી વડોદરા જતી વીજ લાઈનના પોલ સ્ટરલાઈન કંપની દ્વારા નાખવામાં આવ્યા છે. જો કે આ અંગે ખેડૂત રમેશભાઈ કૈલાને વળતરની રકમ મંજૂર કરી નથી અને વીજ પોલ નાખી દીધા છે. આજ દિવસ સુધી વળતર ચુકવાયું ન હોય આ અંગે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને કોંગ્રેસના નેતા મહેશ રાજકોટીયાએ તંત્રને લેખિતમાં ચીમકી આપી છે અને 10 દિવસમાં વળતર ચુકવવા જણાવ્યું છે.મહેશ રાજકોટીયાએ જિલ્લા કલેક્ટર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના નાયબ સચિવ અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, વારંવાર લેખિત અરજી આપવા છતાં કોઈપણ જાતનું વળતર કંપની દ્વારા ખેડૂતોને આપવામાં આવ્યું નથી. તમામ શરતોનો ભંગ થયો છે. જેથી ખેડૂતની જમીનોમાં ઉભા કરવામાં આવેલા સ્ટરલાઈન પાવર ટ્રાન્સમિશન લિમિટેડના વીજટાવર દુર કરાવવા કાયદેસરના હક્કદાર છીએ. પીએમઓ ઓફિસ, મુખ્યમંત્રી તથા ઉર્જા વિભાગ દ્વારા વારંવાર વળતર ચુકવવા જણાવાયું છે તેમ છતાં કંપની દ્વારા ખેડૂતોને કોઈ જ વળતર ચુકવાયું નથી. જેથી ખેડૂતોએ મને રજૂઆત કરી છે. આથી આ લેખિત રજૂઆતથી 10 દિવસમાં વળતર ચુકવવામાં નહીં આવે તો હું મહેશ રાજકોટીયા આગેવાનો અને ખેડૂતોને સાથે રાખીને વીજપોલ ઉંખાડીને ફેંકી દઈશું. અને કચેરીમાં પણ હલ્લાબોલ કરવાની સાથે સાથે પ્રજાને સાથે રાખીને ઉગ્ર રોષ વ્યક્ત કરવાની ફરજ પડશે.