મોરબી : મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી વસીમ જી. મનસૂરીએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરીને મોરબી શહેરમાં વધતા જતા મચ્છરના ઉપદ્રવને રોકવા જણાવ્યું છે.રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી શહેર માં હાલ બંને ઋતુ ભેગી થતા મચ્છરના ઉપદ્રવ મા અસહ્ય વધારો થયો છે. જેથી મચ્છરજન્ય રોગો થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ વાયરસના રોગ પણ વધારે પ્રમાણમાં ફેલાયા છે. જેમાં શરદી, ઉધરસ, તાવ જેવા રોગો સામેલ છે. મચ્છરથી ફેલાતા રોગો જેવા કે ડેન્ગ્યુ, મલેરિયાથી બચવા મહાનગરપાલિકા દ્વારા મચ્છરના ઉપદ્રવને રોકવા યોગ્ય દવાનો છંટકાવ કરીને મચ્છરના ઉપદ્રવને રોકે તો મોરબી શહેરના લોકો મચ્છરજન્ય બીમારીથી બચી શકે એમ છે. તેથી આ મામલે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.