મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડમાં રોડ-રસ્તા રિપેર કરી ખુલ્લી ગટરના ઢાંકણા નાખવા મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજાએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.સુરપાલસિંહ જાડેજાએ ચીફ ઓફિસરને રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી શહેરના વોર્ડ નંબર-9 શનાળા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડમાં કન્યા છાત્રાલય રોડ તથા ચિત્રકુટથી સરદાર રોડ સુધીના રોડ-રસ્તા ખૂબ જ બિસમાર હાલતમાં છે. આ રસ્તાઓ વરસાદી અને ગટરના પાણી ભરાવાના કારણે અકસ્માત થવાની દહેશત છે. તેમજ ગટરના ઢાંકણી તૂટી જવાના કારણે ખુલ્લી ગટરમાં લોકો તેમના વાહનો સાથે પડે તો ગંભીર અકસ્માતની સંભાવના છે. જેથી આ બાબતે તાત્કાલિક ધોરણ રોડ રસ્તાઓ રિપેર કરી ગટરના ઢાંકણા નાખી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.