મોરબી તાલુકા યુવા કોંગ્રેસના પ્રમુખની કાર્યપાલક ઈજનેર સમક્ષ લેખિતમાં રજુઆતમોરબી : મોરબી-હળવદ હાઇવેમાં મહેન્દ્રનગર ચોકડીથી માંડલ ગામ સુધી તાત્કાલીક રોડ રીપેરીંગ કરવાની માગ સાથે મોરબી તાલુકા યુવા કોંગ્રેસના પ્રમુખ મિલન ડી. સોરીયા દ્વારા માર્ગ અને મકાન વિભાગ મોરબીના કાર્યપાલક ઈજનેર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, તાજેતરમાં મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે રોડ-રસ્તાની પરિસ્થિતિ કથળી ગઈ છે. ખાસ કરીને મોરબી-હળવદ હાઇવે ઉપર મહેન્દ્રનગર ચોકડીથી માંડલ ગામ સુધીના રસ્તાની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. જેના કારણે વાહન ચાલકો, મુસાફરો, દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર ખાડા પડી જવાને કારણે લોકોને વાહનોમાં નુકસાન થાય છે. તેમજ ટ્રાફિક સમસ્યામાં પણ વધારો થયો છે. જેના કારણે અકસ્માત થવાનો ભય છે. ત્યારે તાત્કાલિક મહેન્દ્રનગર ચોકડીથી માંડલ ગામ સુધીનો રોડ રીપેર કરવા માગ કરવામાં આવી છે.