મોરબી : ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયા આગામી તારીખ 9 જુલાઈ ને મંગળવારના રોજ મોરબીના ખેડૂતોના પ્રશ્નો બાબતે કલેક્ટરને રજૂઆત કરશે.માળિયા અને હળવદ તાલુકાના ખેડૂતોના ખેતીને લગતા પ્રશ્નો અંગેની ચાલતી લડતમાં ન્યાય માટે પાલભાઈ આંબલીયા મોરબી કલેકટર કચેરી ખાતે 9 જુલાઈના રોજ સવારે 11:00 કલાકે રજૂઆત કરશે. જેથી મોરબી જિલ્લાના તમામ કિસાન મોરચાના આગેવાનો, કાર્યકરો, ખેડૂત મિત્રોને પાલભાઈ આંબલીયાને સમર્થન આપવા હાજર રહેવા જણાવ્યું છે.