માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે. વોર્ડ નંબર 1માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા થઈ છે. કોંગ્રેસના ચારેય ઉમેદવારો વિજેતા થતા કોંગ્રેસમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.માળિયા (મિયાણા) નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં 1 પર કોંગ્રેસે કબજો જમાવ્યો છે. કોંગ્રેસના ચારેય ઉમેદવાર હારુન હબીબ સંઘવાણી, જેના અયુબ કટીયા, રસુલ વીરા જેડા અને જેના કરીમ સંઘવાણી વિજેતા થયા છે. જ્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે.