ખેડૂત પેનલની 10 બેઠક માટે મતગણતરી ચાલુ વાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીના પરિમાણો જાહેર થતા કોંગ્રેસની વેપારી પેનલના ચારેય ઉમેદવારોનો વિજય થયો છે.જયારે ખેડૂત પેનલની 10 બેઠક માટેની મતગણતરી ચાલુ છે.જેમાં ભારે રસાકસી જોવા મળી છે. વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી.જેમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રસે માર્કેટિંગ યાર્ડ કબ્જે કરવા તમામ પ્રયત્નો કર્યા હતા.ખેડૂત પેનલમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી જ ટક્કર જોવા મળી હતી.બન્ને પક્ષ દ્વારા યાર્ડની ચુંટણી જીતવાના દાવા કરવામાં આવ્યા હતા જેમાં આજે કોંગ્રેસનો દબદબો યથાવત રહ્યો હતો અને વેપારી પેનલની ચારેય બેઠકો કોંગ્રેસના ફાળે આવી હતી. વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં સંઘ પ્રોસેસિંગ વિભાગમાં અલીભાઈ નૂરમામદ બાદીનો વિજય થયો છે.જયારે ખેડૂત પેનલની 10 બેઠક માટે મતગણતરી ચાલુ છે.વેપારી પેનલમાં કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારમાં ચૌધરી મોયુદિન હુશેનભાઈ,પરાસરા મહંમદરફીકભાઈ ઉસમાનભાઈ,બાદી નિશાર ઇસ્માઇલભાઈ,મેઘાણી અશ્વિનભાઈ નવઘણભાઈ વિજય થયા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..