5 જૂન સુધીમાં પાણી નહીં છોડાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકીમોરબી : મોરબી જિલ્લાના ગામોને આગોતરા વાવેતર માટે સિંચાઈનું પાણી આપવા અંગે સિંચાઈ પેટા વિભાગના કાર્યપાલક ઈજનેરને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ લેખિત રજૂઆત કરી છે.કિશોરભાઈ ચિખલીયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લાના શાપર, જસમતગઢ, નવા સાદુળકા, જુના સાદુળકા, કેરાળા (હ), હરિપર (કે), જીવા૫૨ (ચ), ચકમપર, જેતપર, અણીયારી, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, ગાળા, વાઘપર, પીલુડી, ગુંગણ, રા૫૨, રવાપર (નદી), બેલા, સોખડા, બહાદુરગઢ, ખીરઈ, ફતેપર, માળીયા, વીરવદરકા, વાધરવા, માણાબા, ખાખરેચી, સુલતાનપુ૨, નવાગામ, કુંભારીયા, રોહીશાળા, વેજલ૫૨, જુના ઘાંટીલા, સુવવાવ, નવા ઘાંટીલા,, જુના દેવળીયા, નવા દેવળીયા, સુ૨વદર સહિતના ગામોને ધ્રાંગધા શાખા નહેરમાંથી આગોતરા વાવેતર માટેનું પાણી કેનાલ મા૨ફત પૂરું પાડવા મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં પણ આજ દિન સુધી આ ગામોને આગોતરા વાવેતર માટે સિંચાઈ માટેનું પાણી આપવામાં આવ્યું નથી. જેના કા૨ણે આજ દિન સુધી આ તમામ ગામોના ખેડૂતો આગોતરું વાવેતર કરી શક્યા નથી.જેથી ધ્રાંગધ્રા શાખા નહેર મારફત તાત્કાલીક ધોરણે કેનાલ મા૨ફત પાણી છોડવામાં આવે. જો 5 જૂન સુધીમાં સિંચાઈ માટેનું પાણી છોડવામાં નહીં આવે તો તમામ ગામના ખેડૂતોને સાથે રાખી હળવદ-કચ્છ હાઈવે પર બેસી રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે તેમ ચીમકી ઉચ્ચારાઈ છે.