જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાની ચૂંટણી અધિકારીને રજુઆતમોરબી: આગામી દિવસોમાં મોરબી મહાનગરપાલિકાની ૧ થી ૧૩ વોર્ડની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા વોર્ડ રચના અંતર્ગત વિસ્તાર અને સોસાયટીની જે યાદી બનાવવામાં આવી છે તેમાં વિસ્તારોને લઈને સ્પષ્ટતા ન હોવાનો મુદ્દો સામે આવ્યો છે.આ મામલે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનર અને ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે અત્યારની વોર્ડ યાદીમાં ઘણા બધા વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેથી કોંગ્રેસ દ્વારા એવી માંગણી કરવામાં આવી છે કે, વિધાનસભાની મતદાર યાદીમાં બુથ નં. ૧૨૮ થી ૩૨૧ સુધીના બુથોમાં આવતા વિસ્તારો (ભાગ) કયા કયા વોર્ડમાં આવે છે તેની સ્પષ્ટ યાદી કરવામાં આવે. વિસ્તારોના ઉલ્લેખની સ્પષ્ટતા સાથે યાદીનું લિસ્ટ આપવા માટે કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા માંગ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiNagarPalikaElection #Congress #MorbiCongress #WardElection2026